ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા હોદ્દેદારોની નિમણૂક, ધ્રુવ પટેલ બન્યા નવા ચેરમેન, આલાપ પટેલની પ્રેસિડેન્ટ ઈલેક્ટ તરીકે પસંદગી
અમદાવાદ: ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.પૂર્વ ટીમની ટર્મ પૂર્ણ થતાં નવા હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો. જેમા ધ્રુવ પટેલ ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા ચેરમેન બન્યા છે જ્યારે આલાપ પટેલની પ્રેસિડેન્ટ ઈલેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે.
અમદાવાદ: ક્રેડાઇ અમદાવાદ ગાહેડના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઇ અમદાવાદ ગાહેડના નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. ધ્રુવ પટેલ ક્રેડાઇ અમદાવાદ ગાહેડના નવા ચેરમેન બન્યા છે. જ્યારે આલાપ પટેલને પ્રેસિડેન્ટ ઇલેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પૂર્વ ટીમની ટર્મ પૂર્ણ થતાં નવા હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો. નવી ટીમ સાથે ક્રેડાઇ અમદાવાદ ગાહેડે નેશનલ બોડીનું બંધારણ અપનાવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સરકારે કરેલા વિકાસની રૂપરેખા વર્ણવી. સાથે જ ક્વોલિટીમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ ન કરવા ડેવલપર્સને સલાહ આપી.
લીલી નેટ બાંધવા મુદ્દે મુખ્યમંત્રીની હળવી શૈલીમાં માર્મિક ટકોર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંધકામ સાઇટ પર લીલી નેટ બાંધવા અંગે તેમની હળવાશભરી શૈલીમાં ડેવલપર્સને માર્મિક કટાક્ષ કર્યો. તેમણે કહ્યુ ડેવલપરને મુશ્કેલી ન પડે તેવા પ્રયત્નો કરીશુ પરંતુ લીલી નેટ તો બાંધવી જ પડશે. આટલુ બોલતા જ સમગ્ર હોલમાં હાસ્યનું મોજુ ફરી વળ્યુ હતુ. વધુમાં તેમણે કહ્યુ એવુ વિચારો કે ત્યાંથી આુપના પરિવારજનો નીકળી રહ્યા છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના રાખી લોકોને મુશ્કેલી ન પડે તેવુ કરવુ જોઈએ.
બીજી તરફ ક્રેડાઇ અમદાવાદ ગાહેડના નવા ચેરમેન ધ્રુવ પટેલે આગામી 25 વર્ષમાં અમદાવાદને વૈશ્વિક ઓળખ મળે તે મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રના વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સાથે જ બાંધકામ સાઇટ પર કામદારોની સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપવાની પણ ખાતરી આપી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ

ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
