લાંચિયા અધિકારીઓ સામે હાઈકોર્ટનું કડક વલણ, લાંચ કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્શન રાખવા નિર્દેશ

|

Aug 25, 2022 | 5:33 PM

High Court: લાંચિયા અધિકારીઓ સામે હાઈકોર્ટે કડકાઈથી કામ લેવા નિર્દેશ કર્યા છે અને જયાં સુધી આવા અધિકારીઓ સામે ખાતાકીય તપાસ સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનુ સસ્પેન્શન રાખવા પણ હુકમ કર્યો છે.

એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ (High Court)ની ખંડપીઠે લાંચિયા અધિકારીઓ સામે તેમનુ કડક વલણ બતાવ્યુ છે. લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ(Corrupt Officers) સામે હાઈકોર્ટે લાખ આંખ કરી છે અને લાંચના કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્શન (Suspension) રાખવાના નિર્દેશ કર્યા છે. ભ્રષ્ટાચાર સાબિત ન થાય તો નિયુક્તિ આપ્યા બાદ સસ્પેન્શન દૂર કરવા જણાવ્યુ છે. ઉપરાંત રંગે હાથ લાંચ લેતા પકડાયેલા અધિકારીઓને ઢીલ આપી શકાય નહીં, તેવુ પણ હાઈકોર્ટે જણાવ્યુ છે. કોર્ટે સરકારને સૂચના આપી છે કે કાયદાકીય પ્રક્રિયા કર્યા વિના જો બરતરફી કરાઈ હોય તો તેમની પુન: નિયુક્તિના કોર્ટના હુકમનું સરકાર પાલન કરે. જો પુન: નિયુક્તિ આપ્યા બાદ પણ લાંચિયા અધિકારીઓને ખાતા સોંપાય તો ફરી ભ્રષ્ટાચાર અને લાંચની ઘટના બની શકે છે. આથી સંપૂર્ણ ખાતાકીય તપાસ અને ક્રિમીનલ કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્શન રાખવુ તેવી કોર્ટે સૂચના આપી છે.

પુન: નિયુક્તિ બાદ પણ જરૂર જણાય તો સસ્પેન્શનનો હુકમ કરી શકાય: કોર્ટ

હાઈકોર્ટેનું અવલોકન છે કે ભ્રષ્ટાચાર સાબિત ન થાય તો પુન: નિયુક્તિ આપ્યા બાદ સસ્પેન્શન દૂર કરવુ જોઈએ પણ રંગે હાથ લાંચ લેતા પકડાયા હોય તેવા અધિકારીઓને ઢીલ આપી શકાય નહીં. ઉપરાંત પુન: નિયુક્તિ આપ્યા બાદ પણ જરૂર જણાય તો તાત્કાલિક એવા અધિકારીઓનો સસ્પેન્શનનો હુકમ કરવામાં આવે. લાંચિયા અધિકારીઓ સામે સંપૂર્ણ ખાતાકીય તપાસ અને ક્રિમિનલ કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જે અધિકારીઓ છે તેમનુ સસ્પેન્શન હોવુ જ જોઈએ તેવી પણ કોર્ટે ખાસ સરકારને ટકોર કરી છે.

ઈનપુટ ક્રેડિટ – રોનક વર્મા, અમદાવાદ

Published On - 4:20 pm, Thu, 25 August 22

Next Video