Rajkot: ગોંડલમાં 100થી 125 વર્ષ જૂના બિસ્માર બ્રિજને લઈને હાઇકોર્ટમાં અરજી, ગોંડલ પાલિકા અને માર્ગ-મકાન વિભાગને ફટકારી નોટિસ, જુઓ Video

|

Jun 06, 2023 | 5:02 PM

હેરિટેજની બિસ્માર સ્થિતિ મુદ્દે થયેલી અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. 100થી 125 વર્ષ જૂના બ્રિજને લઈને હાઇકોર્ટમાં અરજી થઈ છે. બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાનું પણ જણાવાયું છે.

Rajkot: ગોંડલના 2 હેરિટેજની બિસ્માર સ્થિતિ મુદ્દે થયેલી અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, ગોંડલ પાલિકા અને માર્ગ-મકાન વિભાગને નોટિસ ફટકારી છે. કોર્ટે બ્રિજની હાલની પરિસ્થિતિને લઈ નિષ્ણાતોનો મત મંગાવ્યો છે. મહત્વનું છે કે ભગવતસિંહજીનાં સમયમાં બંધાવાયેલા 100થી 125 વર્ષ જૂના બ્રિજને લઈને હાઇકોર્ટમાં અરજી થઈ છે.

આ પણ વાંચો : રાજકોટમાં સતત બીજા દિવસે PGVCLના દરોડા, 33 ટીમ કાર્યવાહીમાં જોડાઈ

હાલ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. અનેક રજૂઆતો કરવા છતાં બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેને લઈ અરજીમાં તાત્કાલિક બ્રિજનું સમારકામ કરાવવાની માંગ કરાઈ છે. અરજદારની રજૂઆત છે કે જો બ્રિજનું તાત્કાલિક સમારકામ શરૂ નહીં થાય તો મોરબી જેવી દુર્ઘટનાનું પુરરાવર્તન થશે. ગોંડલમાં આ બ્રિજ ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા છે. મોવિયા, આટકોટ, ઘોઘાવદર અને જસદણના લોકો આ બ્રિજનો વધારે ઉપયોગ કરે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video