હાઇકોર્ટની પોલીસ ભરતી મામલે નારાજગી, 2 અઠવાડિયામાં જવાબ આપવા સરકારને આદેશ

|

Mar 21, 2024 | 4:41 PM

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવી નથી. હાલ કુલ 29 હજાર જેટલી ભરતીઓ SRP અને ટેકનિકલ વિભાગમાં ખાલી છે. ત્યારે ફક્ત 12 હજાર પોસ્ટ માટે જ ભરતી જાહેર થતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને 2 અઠવાડિયામાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.

રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. પોલીસ વિભાગમાં 12 હજાર ભરતીઓને લઇને સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. સરકારે કરેલા સોગંદનામાંમાં દર્શાવવામાં આવેલી માહિતીથી હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી અને હાઇકોર્ટે રાજ્ય સરકારે કરેલા સોગંદનામાંનો અસ્વીકાર કર્યો હતો.

Next Video