દેશના દરિયાઈ વિસ્તારોમાં હાઈએલર્ટ, ભાવનગરનો દરિયાઈ વિસ્તાર રામભરોસે, જુઓ Video

દેશના દરિયાઈ વિસ્તારોમાં હાઈએલર્ટ, ભાવનગરનો દરિયાઈ વિસ્તાર રામભરોસે, જુઓ Video

| Edited By: | Updated on: Apr 27, 2025 | 7:42 PM

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હિચકારા હુમલાને લઈ કેન્દ્ર સરકારના આદેશ બાદ દેશભરમાં દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી છે. એવામાં ભાવનગરના 152 કિલોમીટરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હિચકારા હુમલાને લઈ કેન્દ્ર સરકારના આદેશ બાદ દેશભરમાં દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી છે. એવામાં ભાવનગરના 152 કિલોમીટરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે છે. કારણ કે, મરીન પોલીસની દરિયામાં પેટ્રોલિંગ કરતી આત્યુધુનિક બોટ હાલ બંધ હાલતમાં છે જેના કારણે પોલીસ દ્વારા કોસ્ટલ વિસ્તારમાં ચાલીને અથવા તો માછીમારોની બોટ લઈ પેટ્રોલિંગ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ બાબતે જિલ્લા અધિક્ષકે જણાવ્યું કે, ટેક્નિકલ ખામીને કારણે બોટ બંધ પડી છે જેને બે દિવસમાં શરૂ કરવાની ખાતરી પણ અપાઈ છે. ભાવનગર જિલ્લામાં બે મરીન પોલીસ સ્ટેશન આવેલા છે પરંતુ બંને મરીન પોલીસ સ્ટેશનમાંથી એક પણ મરીન પોલીસ સ્ટેશન પાસે ચાલુ હાલતમાં મરીન બોટ છે નહી. બીજું કે, ત્રણ કરોડના ખર્ચે આત્યાધુનિક બોટ અવારનવાર ખામીને કારણે બંધ પડી જાય છે. એવામાં હવે દરિયાઈ વિસ્તારનું પેટ્રોલિંગ કેવી રીતે થશે તે એક મોટો સવાલ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો