હેલિકોપ્ટરમાં બેસવાની છે ઈચ્છા! તો અમદાવાદમાં જોય રાઈડની માણી શકાશે મજા, જુઓ Video

હેલિકોપ્ટરમાં બેસવાની છે ઈચ્છા! તો અમદાવાદમાં જોય રાઈડની માણી શકાશે મજા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 04, 2023 | 7:47 PM

Ahmedabad Helicopter Joy Ride: એરોટ્રાન્સ રિવરફ્રન્ટ વોટર એરોડ્રોમથી મચ અવેટેડ હેલિકોપ્ટર જોયરાઈડ્સ અમદાવાદમાં (Ahmedabad) ટૂંક સમયમાં ફરી શરૂ થશે. ગુજરાત સરકાર સાથેના કરાર હેઠળ 12 ઓગસ્ટ 2023 થી રાઈડ્સ શરૂ થશે. હેલિકોપ્ટર જોયરાઈડની વિશે વિગતો અહીં જણાવવામાં આવી છે.

Ahmedabad Helicopter Joy Ride: એરોટ્રાન્સ રિવરફ્રન્ટ વોટર એરોડ્રોમથી મચ અવેટેડ હેલિકોપ્ટર જોયરાઈડ્સ અમદાવાદમાં (Ahmedabad) ટૂંક સમયમાં ફરી શરૂ થશે. ગુજરાત સરકાર સાથેના કરાર હેઠળ 12 ઓગસ્ટ 2023 થી રાઈડ્સ શરૂ થશે.

અમદાવાદમાં જોયરાઈડ્સની મજા તમે દર શનિવાર અને રવિવાર અને ચોક્કસ જાહેર રજાઓ પર માણી શકશો. દરરોજ 75 મુસાફરોને આ મુસાફરીની મજા માણશે. આ જોયરાઈડનો અંદાજિત સમય 10 મિનિટનો છે.

આ જોયરાઈડનું ભાડું 2,478 પ્રતિ પ્રવાસી પ્રતિ રાઈડ છે. આ જોયરાઈડ માટેનું સમયપત્રક અને ઓનલાઈન બુકિંગની માહિતી એરોટ્રાન્સની વેબસાઈટ પર મળી રહેશે. હેલિકોપ્ટર જોયરાઈડ્સની સવારી કરતી વખતે આરોગ્ય અને ફ્લાઈટ સલામતીને સર્વોચ્ચ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં 7,500 લોકોએ જોયરાઈડની મજા માણી છે.

આ પણ વાંચો : Rajkot: ગણેશ મહોત્સવના જાહેરનામા પર વિવાદ, છેલ્લી ઘડીએ નવા નિયમોથી આયોજકોની વધી મુશ્કેલી, જુઓ Video

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 04, 2023 07:41 PM