મોડાસામાં ખેડૂતોએ સ્વખર્ચે બનાવેલો ચેકડેમ વરસાદી પાણીના ભારે પ્રવાહમાં ધોવાઈ ગયો, જુઓ વીડિયો
મેઢાસણ નજીક અમરતપુરા કંપામાં ખેડૂતોએ સ્વખર્ચે બનાવેલો ચેકડેમ ભારે વરસાદમાં પાણીનો પ્રવાહ વધતા ધોવાઈ જવા પામ્યો છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં સિંચાઈની રાહત રહે એ માટે ચેકડેમ તૈયાર કરાવ્યો હતો. જે ભારે વરસાદ દરમિયાન વરસાદમાં ધોવાઈ ગયો હતો. ખેડૂતોએ તેને નિર્માણ કરવા માટે મહેનત કરી હતી અને પૈસા પણ ખર્ચ કર્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં મેઢાસણ નજીક અમરતપુરા કંપામાં ખેડૂતોએ સ્વખર્ચે બનાવેલો ચેકડેમ ભારે વરસાદમાં પાણીનો પ્રવાહ વધતા ધોવાઈ જવા પામ્યો છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં સિંચાઈની રાહત રહે એ માટે ચેકડેમ તૈયાર કરાવ્યો હતો. જે ભારે વરસાદ દરમિયાન વરસાદમાં ધોવાઈ ગયો હતો. ખેડૂતોએ તેને નિર્માણ કરવા માટે મહેનત કરી હતી અને પૈસા પણ ખર્ચ કર્યા હતા.
જોકે ભારે વરસાદ સોમાવારે વરસ્યો હતો. વહેલી સવારથી ગાજવીજ સાથે ભારે વરસાદ અરવલ્લી જિલ્લામાં વરસ્યો હતો. મોડાસા, માલપુર અને મેઘરજ તાલુકામાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું હતું. ભારે વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચારે તરફ પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.