Monsoon 2023: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો, 5 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો-Video

|

Jul 09, 2023 | 8:34 PM

Patan Rainfall Report: સાંતલપુર વિસ્તારમાં 5 કલાકમાં જ છ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ વિસ્તારમાં ચારે તરફ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

 

 

પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો છે. પાટણના સાંતલપુર અને વારાહી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાંતલપુર વિસ્તારમાં 5 કલાકમાં જ છ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ વિસ્તારમાં ચારે તરફ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના અનેક ગામોના નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામી છે. કેટલાક રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર પહોંચી છે, કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લઈ અવર જવર બંધ થઈ જવા પામી છે.

સાંતલપુર અને વારાહી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને લઈ સ્થાનિકોને મુશ્કેલી સર્જાઈ છે. વિસ્તારના ગામડાઓમાં વરસાદ વધારે વરસવાની સ્થિતીમાં ગ્રામ્ય જનજીવનને મુશ્કેલીઓ વધવાનુ સંકટ તોળાઈ રહ્યુ છે. સાંતલપુર અને વારાહી વિસ્તારના અનેક ગામડાઓમાં ગામની શેરીઓ અને રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરો અને રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે.

 

આ પણ વાંચોઃ  Praful Patel: એક નહીં બે પ્રફુલ પટેલ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં, શુ તમે જાણો છો બંને દિગ્ગજ ગુજરાતીઓનુ હિંમતનગર ક્નેક્શન !

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:33 pm, Sun, 9 July 23

Next Video