Gujarat Rain : વેરાવળમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દેવકા નદીનું પાણી શહેરમાં ઘૂસતા લોકો આખી રાત જાગ્યા, જુઓ Video

Gujarat Rain : વેરાવળમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દેવકા નદીનું પાણી શહેરમાં ઘૂસતા લોકો આખી રાત જાગ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:57 AM

વેરાવળમાં પડેલા ભારે વરસાદના કારણે દેવકા નદીનું પાણી વેરાવળ શહેરમાં ફરી વળતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આઝાદ સોસાયટી, બજરંગ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લોકો મકાનમાં પાણી ઘૂસી જવાના ડરે આખી રાત જાગ્યા હતા.

Gir Somnath : વેરાવળમાં મોડી રાતે ધોધમાર વરસાદ (Rain) પડ્યો હતો. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેમાં ખાસ કરીને ડાભોર રોડ, સલાટ ચોકડી, શિવજીનગરમાં પાણી ભરાયા છે. તો આઝાદ સોસાયટી, બજરંગ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લોકો મકાનમાં પાણી ઘૂસી જવાના ડરે આખી રાત જાગ્યા હતા.

આ પણ વાંચો Rain Breaking : ગીરસોમનાથના સૂત્રાપાડામાં ફાટ્યું આભ, એક દિવસમાં ખાબક્યો 22 ઈંચ વરસાદ, જૂઓ Video

વેરાવળમાં પડેલા ભારે વરસાદના કારણે દેવકા નદીનું પાણી વેરાવળ શહેરમાં ફરી વળતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગઈકાલથી પડેલા વરસાદે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોને ધમરોળ્યા છે. તેમાં પણ ગીર સામનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">