Dakor: ડાકોર વિસ્તારમાં ભારે વરસાદ, વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાલાકી સર્જાઈ, જુઓ Video
ડાકોરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રવિવારે ધોધમાર વરસાદ વરસવાને લઈ મંદિર પરિસર આસપાસ અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યુ હતુ. મંદિર પાસે વરસાદી પાણી ભરાઈ જવાને લઈ મંદિરે આવતા યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાકોરમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોવાને લઈ હાલાકી સર્જાઈ છે. યાત્રાળુઓે પાણીમાંથી પસાર થવા મજબૂર થવુ પડ્યુ છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર બાયપાસ માર્ગ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, અકસ્માતો સર્જાતા હોવાને લઈ સર્કલ બનાવવા કરી માંગ, જુઓ Video
પાણીના નિકાલની અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લઈ સ્થાનિકો પરેશાન થવા સાથે યાત્રાળુઓએ પણ હાલાકી ભોગવવી પડે છે. વાહનચાલકોને પણ આ પરિસ્થિતિનો ભોગ બનવાની સ્થિતિ સર્જાઈ છે. ડાકોરમાં વરસાદી માહોલ છવાતા જ નગરમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મંદિર અને તેની આસપાસના વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 24, 2023 08:19 PM