Dahod Rain: દાહોદમાં ભારે વરસાદને પગલે નદી-નાળાં છલકાયા, જીવાદોરી સમાન માછણનાળા ડેમ ઓવરફ્લો,જુઓ Video

| Edited By: | Updated on: Sep 18, 2023 | 8:21 PM

Machhan Nala dam overflow: દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈ નદી નાળા છલકાઈ જવા પામ્યા છે. ધોધમાર વરસાદને લઈ ચારે બાજુ નદી અને નાળા પાણીથી ભરપૂર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ઝાલોદ વિસ્તારમાં આવલ માછણનાળા ડેમ ઓવર ફ્લો થયો છે. માછણનાળા ડેમની સપાટી સંપૂર્ણ ભરાઈ જતા વિસ્તારના ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે.

દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈ નદી નાળા છલકાઈ જવા પામ્યા છે. ધોધમાર વરસાદને લઈ ચારે બાજુ નદી અને નાળા પાણીથી ભરપૂર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ઝાલોદ વિસ્તારમાં આવલ માછણનાળા ડેમ ઓવર ફ્લો થયો છે. માછણનાળા ડેમની સપાટી સંપૂર્ણ ભરાઈ જતા વિસ્તારના ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે. સ્થાનિક લોકોને પણ મોટો હાશકારો સર્જાયો છે. મહત્તમ સપાટી 278.20 મીટર છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: બાયડમાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, 200 લોકોને NDRF એ રેસક્યુ કરી બહાર નિકાળ્યા, જુઓ Video

માછણનાળા ડેમ ઓવર ફ્લો ઓવર ફ્લો થવાને લઈ 11 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નિચાણવાળા વિસ્તારોને પણ સલામત સ્થળે ખસી જવા અને સાવચેતી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. વધારે વરસાદની સ્થિતિમાં પાણી વધારે પ્રમાણમાં વહી શકે, જે સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ નિચાણ વાળા વિસ્તારના લોકોને સાવચેત કરી દીધા છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 18, 2023 06:40 PM