આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Jul 01, 2025 | 7:48 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે અનેક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે અનેક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 3 જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં જુલાઈ માસમાં વરસાદનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલનો દાવો છે કે 3 થી 7 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે જ કેટલાક ઠેકાણે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

અંબલાલા પટેલની આગાહી અનુસાર 7 થી 10 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલનું અનુમાન છે કે ભારે વરસાદથી નદીઓનું જળસ્તર વધશે. કેટલીક મોટી નદીઓમાં પૂરનો પ્રકોપ જોવા મળશે. જ્યારે નર્મદા નદી બેકાંઠે થશે અને મહીસાગર નદીમાં પૂરના પાણી જોવા મળશે. આ સાથે જ દાવો છે કે, સાબરમતી, તાપી, કાવેરીનું જળસ્તર વધી શકે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો