Gir Somnath : ભારે વરસાદના પગલે સોમનાથ-જૂનાગઢ હાઇવે પર પાણી ફરી વળ્યા

|

Jul 15, 2022 | 7:14 PM

જૂનાગઢ(Junagadh) અને ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેના પગલે સોમનાથ જૂનાગઢ હાઇવે પણ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે તાલાલા ચોકડી નજીક ખેતરના પાણી હાઇવે પર ફરી વળ્યા છે.

ગુજરાતમાં(Gujarat)  હવામાન(IMD)  વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની(Monsoon 2022)  આગાહી મુજબ રાજયના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેના પગલે સોમનાથ જૂનાગઢ હાઇવે પણ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે તાલાલા ચોકડી નજીક ખેતરના પાણી હાઇવે પર ફરી વળ્યા છે. જેથી વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. આ ઉપરાંત ગીર સોમનાથમાં જિલ્લાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમ છલકાયો છે.જેના પગલે ડેમનો વધુ એક દરવાજો એક ફૂટ ખોલાયો છે. હાલ ડેમનું સ્ટોરેજ લેવલ જાળવવા ડેમના 2 દરવાજા બપોરે ખોલાયા હતા. હાલ ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલાયા છે. જ્યારે હીરણ નદી બની ગાંડીતૂર બની છે. ખેડૂતોએ ડેમના નવા નીરના વધામણાં કર્યાં છે.

હિરણ ડેમ ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ડેમ છે. આ ડેમ ઓવરફલો થતા વેરાવળ અને તાલાળા તાલુકાના કુલ 13 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા,સેમરવાવને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્વરીયા, ઈન્દ્રોઈ, નાવદા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી, પ્રભાસ પાટણ ને એલર્ટ કરાયા છે.

Published On - 7:13 pm, Fri, 15 July 22

Next Video