Rain Breaking : રાજ્યમાં આગામી 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી, જુઓ Video

|

Jun 04, 2023 | 11:44 AM

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે.

Weather Forecast  : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે. વાદળછાયા વાતાવરણ સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : Gujarati Video: વરસાદ બાદ યાત્રાધામ ડાકોરમાં પાણી ભરાયા ,તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહિ કરવામાં આવી છે. રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં પણ આગામી 3 કલાક ભારે વરસાદ વરસવાની શક્યતા છે.

 હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video