ગુજરાતમાં તૂટી પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ

|

Jun 27, 2024 | 9:20 PM

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ યથાવત્ રહેશે. હવામાન વિભાગે કરી છે કે, આગામી 6 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં અનરાધાર વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આમ તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઇ ગઇ છે. જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ યથાવત્ રહેશે. હવામાન વિભાગે કરી છે કે, આગામી 6 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 13 જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.

Next Video