Video : અનરાધાર વરસાદને કારણે રાજકોટનું લાઠ ગામ જળમગ્ન, 10 ખેતમજૂરોનું કરાયું રેસ્ક્યુ

|

Jul 22, 2024 | 8:55 PM

ગત મોડી રાતે ભારે વરસાદના કારણે લાઠ ગામમાં ખેતરોમાં કામ કરતા 10 લોકો ફસાયા હતા. જેમાં 8 ખેતમજૂર હતા અને બે બાળકો હતા. ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાતા આ લોકો પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ ન હતો. ત્યારે સરપંચે મદદ માગતા SDRFની ટીમ આવી પહોંચી હતી અને તમામને બચાવી લેવાયા હતા.

રાજકોટમાં ધોધમાર વરસાદે સ્થિતિ એવી કરી નાખી છે કે, જે વ્યક્તિ જ્યાં હતા, ત્યાં જ ફસાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ના તો બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો કે ન એવો સમય મળ્યો કે પોતે સલામત સ્થળે ખસી શકે. લાઠ ગામમાં પડેલા વરસાદ બાદ પણ સ્થિતિ આવી જ સર્જાઈ છે.

ગત મોડી રાતે ભારે વરસાદના કારણે લાઠ ગામમાં ખેતરોમાં કામ કરતા 10 લોકો ફસાયા હતા. જેમાં 8 ખેતમજૂર હતા અને બે બાળકો હતા. ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાતા આ લોકો પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ ન હતો. ત્યારે સરપંચે મદદ માગતા SDRFની ટીમ આવી પહોંચી હતી.

ગઈકાલે રાતથી આ લોકો ફસાયા હતા, બીજા દિવસે સાંજે તેમને બચાવી લેવાયા છે. અહીંથી પસાર થવા માટે બોટ સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન હતો. માત્ર ખેતમજૂરો જ નહીં લાઠ ગામના 4થી 5 વિદ્યાર્થીઓ કે જેઓ અભ્યાસ માટે ગયા હતા તે પણ ફસાયા હતા. આ વિદ્યાર્થીઓને પણ બચાવી લેવાયા છે. SDRFના જવાનો આ તમામ માટે દેવદૂત સમાન સાબિત થયા છે.

Published On - 8:54 pm, Mon, 22 July 24

Next Video