અંબાજીમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, બજારોમાં પાણી ભરાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

| Updated on: Jul 06, 2026 | 6:17 PM

ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બજાર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં કેટલીક દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે વેપારીઓને નુકસાનની ચિંતા સતાવી રહી છે.

અંબાજી છેલ્લા બે દિવસથી અંબાજી અને આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે આજે બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી હતી.

ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બજાર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં કેટલીક દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે વેપારીઓને નુકસાનની ચિંતા સતાવી રહી છે.

ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

બીજી તરફ, આજે પડેલા ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેતી માટે વરસાદ લાભદાયી બનતા ખેડૂતોમાં આગામી વાવણીને લઈને આશા જાગી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ખેતીને વધુ ફાયદો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: મુંબઈમાં આભ ફાટતાં ગુજરાત-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો, વંદે ભારત અને તેજસ સહિત અનેક ટ્રેનો અધવચ્ચે અટવાઈ

Follow Us