આજનું હવામાન : ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જુઓ Video

|

Jun 29, 2024 | 2:01 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. તેમજ વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, ગીરસોમનાથ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા, તાપી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, જુનાગઢ, છોટાઉદેપુર, ભાવનગર, ભરુચ, અરવલ્લી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.ડાંગ જિલ્લામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

 

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:01 am, Sat, 29 June 24

Next Video