આજનું હવામાન : ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે ગુજરાતના કેટલાકના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
Rain Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે ગુજરાતના કેટલાકના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આવતીકાલે 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. જેના પગલે અનેક વિસ્તારોમાં મેઘરાજા ધૂંઆધાર બેટિંગ કરી શકે છે.
2 થી 4 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી છે. આવતીકાલે નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 3 અને 4 ઓગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ ખાબકી શકે છે.