આજનું હવામાન : રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયુ રેડ એલર્ટ, જુઓ Video

|

Aug 23, 2024 | 9:34 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. રાજ્યના ત્રણ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. રાજ્યના ત્રણ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં ભાવનગર, નર્મદા, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્યના 21 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

ભારે વરસાદની આગાહી – ચિરાગ શાહ

હવામાન નિષ્ણાત ચિરાગ શાહની આગાહી અનુસાર આગામી 7 દિવસ ભારે વરસાદ પડી શકે છે. 23થી 25 ઓગસ્ટ દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં ભારે વરસાદ પડી શકે છે સુરત, નવસારી, વલસાડ પંથકને પણ ફરી મેઘરાજા ધમરોળશે

પરેશ ગોસ્વામીએ ભારે વરસાદની આગાહી કરી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે.

Next Video