આજનું હવામાન : આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

|

Sep 21, 2024 | 9:31 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જ્યારે આગામી સાત દિવસ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જ્યારે આગામી સાત દિવસ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવશે. બીજી તરફ 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

નવસારી,વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળે છે.બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. આગામી 27થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ તરફ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છો. 3 ઓક્ટોબર સુધી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે.

Next Video