આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના, જુઓ Video

| Updated on: Jun 17, 2025 | 7:39 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ પવનની ગતિ 25થી 35 કિમી પ્રતિકલાક રહે તેવું અનુમાન છે.અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા રહેલી છે. 24 કલાકમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ લો પ્રેશર બની શકે છે. આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

પરેશ ગોસ્વામીએ ભારે વરસાદની કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 5 દિવસ અતિભારે વરસાદ પડે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો ભરૂચ, સુરત, નવસારી, વાપીમાં વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી છે. આ તરફ ડાંગમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો