Mahisagar Rain Video : મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Mahisagar Rain Video : મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

| Edited By: | Updated on: Sep 16, 2023 | 1:21 PM

મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. રસ્તા પર નદીઓ વહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. દરકોલી દરવાજા, હાટડીયા બજાર, અસ્થાના બજાર, હુસેની ચોક, બસ સ્ટેન્ડ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, વીરપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે.

Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર મહીસાગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. રસ્તા પર નદીઓ વહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. દરકોલી દરવાજા, હાટડીયા બજાર, અસ્થાના બજાર, હુસેની ચોક, બસ સ્ટેન્ડ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, વીરપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે.

આ પણ વાંચો : Rain Alert : ભારે પવન સાથે દેશના 8 રાજ્યમાં વરસાદનું એલર્ટ, ગુજરાત,દિલ્હી સહિત આ રાજ્યમાં જુઓ કેવું છે વાતાવરણ

તો બીજી તરફ દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દાહોદના લીમડી, ઝાલોદ, સંજેલી, કદવાલ, સુખસર, ફતેપુરા, લીમખેડા, દેવગઢબારિયા, ધાનપુર સહિતના તાલુકામાં વરસાદ પડયો હતો. વરસાદના પગલે ડાંગર, મકાઇ સહિતના પાકને જીવતદાન મળતા ખેડૂતો ખુશ થયા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો