આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, જુઓ Video

| Updated on: Jun 06, 2025 | 7:45 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા છે. આ સાથે દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ચીનમાં લો પ્રેશરને કારણે ભેજના પ્રવાહો ફંટાઇ રહ્યા છે. ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમમાં ગરમ પ્રવાહો ફૂંકાતા ચોમાસાને બ્રેક લાગી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 8થી 12 જૂન મુંબઇ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે. તો બીજી તરફ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને અંબાલાલ પટેલે પૂર્વાનુમાન કર્યું છે. તેમના પ્રમાણે 12 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું ગતિ પકડશે. રાજ્યમાં 12 થી 18 જૂન દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..