AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : AMTS બસમાં મફતમાં મુસાફરી કરનાર ખુદાબક્ષોની હવે ખેર નહીં, વિજિલન્સ ટીમને સક્રિય કરાઇ, જુઓ Video

Ahmedabad : AMTS બસમાં મફતમાં મુસાફરી કરનાર ખુદાબક્ષોની હવે ખેર નહીં, વિજિલન્સ ટીમને સક્રિય કરાઇ, જુઓ Video

Jignesh Patel
| Edited By: | Updated on: Oct 12, 2023 | 3:58 PM
Share

અમદાવાદ શહેરમાં AMTS બસમાં મફતમાં મુસાફરી કરવી હવે મોંઘી પડી શકે છે. જો ટિકિટ નહીં લીધી હોય તો પેનલ્ટી ભરવી પડશે. AMTSમાં મફતમાં મુસાફરી કરનારા ખુદાબક્ષ મુસાફરોને પકડવા માટે વિજિલન્સ ટીમને વધુ સક્રિય બનાવવામાં આવી છે. Tv9ની ટીમ વિજિલન્સ વિભાગની ટીમ સાથે ચેકિંગમાં ખુદાબક્ષોને શોધવાની કામગીરીમાં જોડાઈ હતી. જે ટિકિટ ન લેવાના બહાના કાઢતા જોવા મળ્યા હતા.

Ahmedabad : અમદાવાદ શહેરમાં AMTS બસમાં મફતમાં મુસાફરી કરવી હવે મોંઘી પડી શકે છે. જો ટિકિટ નહીં લીધી હોય તો પેનલ્ટી ભરવી પડશે. AMTSમાં મફતમાં મુસાફરી કરનારા ખુદાબક્ષ મુસાફરોને પકડવા માટે વિજિલન્સ ટીમને વધુ સક્રિય બનાવવામાં આવી છે. Tv9ની ટીમ વિજિલન્સ વિભાગની ટીમ સાથે ચેકિંગમાં ખુદાબક્ષોને શોધવાની કામગીરીમાં જોડાઈ હતી. જે ટિકિટ ન લેવાના બહાના કાઢતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો-Navratri 2023 : નવરાત્રીમાં રાત્રે પહેરો સુંદર ડ્રેસ, આ એક્ટ્રેસના આઉટફિટમાંથી પ્રેરણા લો

ડિજિટલ પેમેન્ટના કારણે એક તરફ પેમેન્ટ સિસ્ટમ સરળ બની છે,પરંતુ આ જ બાબતનો દૂરઉપયોગ કરી કેટલાક મુસાફરો AMTSમાં ટિકિટ લીધા વિના મફતમાં મુસાફરી કરે છે. જ્યારે ચેકિંગ આવે ત્યારે અચાનક ખુદાબક્ષ મુસાફરો ટિકિટ લીધી હોવાનું દર્શાવી દે છે. જો કે આવા ખુદાબક્ષ મુસાફરો સામે વિજિલન્સની ટીમ કડક પગલાં ભરી રહી છે. વર્ષ 2022-23માં 30 હજાર જેટલા ખુદાબક્ષ પકડાયા છે જેમની પાસેથી 31 લાખ રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">