મેટ્રોની મંથર ગતિની કામગીરીથી વેપારીઓમાં ભારે રોષ, 19 મહિનાથી દુકાનો બંધ રહેતા વેપારીઓને મોટો આર્થિક ફટકો- VIDEO

|

Oct 18, 2024 | 7:18 PM

સુરતમાં છેલ્લા બે વર્ષથી મેટ્રોની મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે. છેલ્લા 19 મહિનાથી મેટ્રો રૂટની આસપાસ આવતી દુકાનોના વેપારીઓના ધંધા રોજગાર બંધ થયા છે. જેના કારણે તેમને મોટુ આર્થિક નુકસાન સહન કરવુ પડે છે. હાલ આ ધીમી ગતિની કામગારી સામે વેપારીઓએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યુ છે.

સુરતમાં હાલ છેલ્લા 2 વર્ષથી મેટ્રોની કામગીરી થઇ રહી છે. મેટ્રો જ્યારે બનશે ત્યારે બનશે પરંતુ હાલ તો આ મેટ્રોની કામગીરીએ વેપારીઓને આર્થિક રીતે રોવડાવી મુક્યાં છે. એક બે નહીં પરંતુ છેલ્લા 19 મહિના થઇ ગયા. સુરતના ભાગળમાં મેટ્રોની કામગીરીના કારણે દુકાનોની આગળ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા. જેના કારણે અનેક વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે.

અત્યાર સુધી વેપારીઓને થોડું વળતર મળતું હતું. જો કે હવે તો વળતર પણ બંધ થઇ ગયું છે. જેના કારણે દિવાળીના તહેવાર પહેલા જ વેપારીઓને આર્થિક ફટકો પડી શકે છે. પહેલા વળતર આપવામાં આવ્યું હતું હવે વળતર પણ અપાતું નથી અને રોજગાર બંધ હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે. કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નોનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જેના કારણે વેપારીઓ ખુબ જ પરેશાન થઇ રહ્યા છે. હવે વેપારીઓની માંગ છે કે તેઓને વળતર આપવામાં આવે.

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી શરૂ થઈ ત્યારથી જ સુરતીઓ માટે એક બાદ એક આફત ઉભી થઈ રહી છે. મેટ્રોની કામગીરી ચાલે છે તેમાં એક પછી એક અકસ્માત થઈ રહ્યાં છે અને તેના કારણે મેટ્રોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આ ઉપરાંત મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી વેપારીઓ હવે અકળાઈ રહ્યાં છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

સુરતના કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. તે સાથે જ મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનોનો વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા છે. હવે જો વેપારીઓને વળતર નહીં મળે તો દિવાળી પહેલા વેપારીઓની સ્થિતિ ખરાબ થઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:30 pm, Thu, 3 October 24

Next Article