ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી(Heat Wave) પડશે.આગામી 31 માર્ચ, એક અને બે એપ્રિલે હિટવેવની હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે.હવામાન વિભાગનું માનીયે તો આગામી 31 માર્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ રહેશે જ્યારે 1 અને બે એપ્રિલે રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સાંબરકાંઠા અને પાટણમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અંગ દઝાડતી ગરમી પડશે.હિટવેવની આગાહીને પગલે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે.જેમાં આજે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 40 સુધી પહોંચ્યો છે ત્યારે પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાઈ રહ્યો છે..શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે અને આગામી બેથી ત્રણ માસમાં દરમિયાન ખુબજ સાવચેતી રાખવા માટે હેલ્થ વિભાગે અપીલ કરી છે. શહેરમાં ચાલુ વર્ષે ઝાડા ઉલટીના 654 કેસ, કમળાના 360, કોલેરાનો 1 કેસ અને ટાઇફોઇડના 287 કેસ નોંધાયા છે.ચાલુ વર્ષે પાણીના 20 સેમ્પલ અનફિટ સામે આવ્યા છે.
કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વહેચવા આવી રહી છે. તો આ સાથે બહારના ફળ કે શેરડીનો રસ તેમજ શિકંજી પીવાનું બને ત્યાં સુધી ટાળીએ એવું સૂચન કર્યું છે.
આ પણ વાંચો : સુરત પોલીસ દ્વારા શહેરના જે વિસ્તારમાં ક્રાઇમ રેટ વધુ છે ત્યાં 40 કિલોમીટર સાયકલિંગ કરવામાં આવ્યું
આ પણ વાંચો : Ahmedabad: સરખા નામના કારણે ખોટા કેન્દ્ર પર પહોચી ગયેલી ધો.10ની વિદ્યાર્થિનીને પોલીસે સાચા કેન્દ્ર પર પહોંચાડી