આજનું હવામાન : ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે અને ક્યાં પડશે માવઠું, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે અને ક્યાં પડશે માવઠું, જુઓ Video

| Updated on: Mar 02, 2025 | 7:35 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળશે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમી પ્રચંડ પ્રહાર કરી શકે છે.હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળશે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમી પ્રચંડ પ્રહાર કરી શકે છે.હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે.મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે. હીટવેવના દિવસોમાં પણ વધારો થઈ શકે છે. જો કે આગામી 48 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન ?

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, જુનાગઢ, નર્મદા, નવસારી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીમાં વધારો થશે. માર્ચ મહિનામાં હીટવેવની આગાહી કરી છે. જોકે અંબલાલ પટેલે 4 થી 10 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વરસાદી છાંટાઓ પડે તેવી આગાહી કરવામાં આવી છે. 10 માર્ચ બાદ રાજ્યમાં આકરી ગરમી પડી શકે છે.