રાજયમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે હાલ કચ્છમાં પણ આવી જ સ્થિતિ ગરમીને લઈને સામે આવી છે. જેમાં નલિયામાં આજે 42 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતા જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. કાળઝાળ ગરમીના કારણે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. અને ગરમીથી બચવા લોકોએ ઠંડા પીણાનો સહારો લેવો પડ્યો હતો. ઠંડા પીણાની લારીઓ ઉપર લોકોની ભીડ પણ જોવા મળી હતી. લોકોનું કહેવું છે કે બપોરે 1થી 5ના સમયગાળામાં ઘરની બહાર પણ નહીં નીકળી શકાય તેવી ગરમી પડી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, નવા 31 કેસ નોંધાયા
મહત્વનું છે કે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધવાની સાથે દેશના 10 સૌથી ગરમ સ્થળોમાંથી 7 શહેર ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. 10 મે ની વાત કરવામાં આવે તો ગુજરાત સહિત આખા દેશમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 10 મે, બુધવારના રોજ દેશમાં ભારે ગરમી પડી હતી. બુધવારના રોજ દેશના 10 સૌથી ગરમ શહેરોમાંથી 7 શહેરો ગુજરાતના છે. આવનારા 5 દિવસો સુધી ગરમીમાં આવો જ વધારો જોવા મળશે. 11થી 14 મે વચ્ચે રાજ્યભરમાં 44થી 45 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:14 pm, Thu, 11 May 23