Ahmedabad : કાળઝાળ ગરમી વચ્ચે બીમારીઓએ માથુ ઉંચક્યું, 1,288થી વધારે પેટના દુ:ખાવાના કેસ નોંધાયા, જુઓ વીડિયો

|

Apr 17, 2024 | 10:52 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગઈકાલે રાજ્યના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર તાપમાન પહોંચી છે. મહુવામાં 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગઈકાલે રાજ્યના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર તાપમાન પહોંચી છે. મહુવામાં 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ છે. બીજી તરફ વધતા તાપમાનના પગલે રોગચાળો વકરી રહ્યો છે.

ગુજરાતમાં તાપમાનનો પારો વધતો જઇ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે. અમદાવાદમાં ગરમી વધતા લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

કાળઝાળ ગરમી વચ્ચે બીમારીમાં વધારો થયો છે. એપ્રિલ માસના 15 દિવસમાં પેટ, માથા અને હાઈફીવરના 3,230થી વધુ કેસ નોંધાયા છે. તેમજ પેટના દુ:ખાવાના 1,288 કેસ નોંધાયા છે.  આ ઉપરાંત  હાઈફીવરના 484 કેસ નોંધાયા છે. ચક્કર આવવાના બેભાન થવાની 635 ફરિયાદ છે. ઝાડા ઉલટીના 1,288 કેસ હોસ્પિટલમાં નોંધાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:51 am, Wed, 17 April 24

Next Video