ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પેપર લીક મુદ્દે રજૂ કરશે સરકારનો પક્ષ, આજે ફરિયાદ નોંધાય તેવી શક્યતા
Head Clerk Paper Leak: હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે આજે ફરિયાદ નોંધાઈ શકે છે. તો ગૃહ રાજ્યમંત્રી આજે સમગ્ર મામલે સરકારનો પક્ષ રજુ કરશે તેવી માહિતી સામે આવી છે.
Head Clerk Paper Leak: ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કેસમાં આજે ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાના આદેશ અપાયા છે. તો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સવારે 10 કલાકે સમગ્ર મુદ્દે સરકારનો પક્ષ રજૂ કરશે. પેપર લીક કાંડ સામે આવ્યા બાદ હેડ ક્લાર્કની પરીક્ષા જ રદ થાય તેવી શક્યતા છે. તો બીજી એક શક્યતા એ છે કે જે ઉમેદવારો પાસે પેપર પહોંચ્યા હતા તેમની પરીક્ષા રદ થઈ શકે.
જણાવી દઈએ કે રાજ્યમાં પેપર વિતરણ માટે 9 સ્ટ્રોંગ રૂમ બનાવાયા હતા. જે પૈકીના અમદાવાદના સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક કરાયું હતું તેવી માહિતી સામે આવી છે. આ પેપર લીક કાંડના 4 વચેટીયા કેતન પટેલ, જયેશ પટેલ, દેવલ પટેલ અને કુલદીપ પટેલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
જણાવી દઈએ કે હિંમતનગરના હડીયોલ ગામમાં સૌથી પહેલા પેપર લીક થયું હતું. તો હાર્ડ કોપી સૌથી પહેલા પ્રાંતિજમાં બહાર આવી હતી. આ હાર્ડ કોપી માણસાના બે વિદ્યાર્થી પાસે પહોંચી હતી. પેપર લીક થયા બાદ ભાર્ગવ પટેલ, પરિમલ પટેલ સહિત 45થી વધુ વિદ્યાર્થી પાસે પહોંચ્યું હતું.
આ પણ વાંચો: Ahmedabad: લાખોના પ્રલોભનો અને કડક નિયમો છતાં 10.57 લાખ લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ બાકી