Ahmedabad: હેડ કલાર્ક પરીક્ષા પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે રોષ, સરકાર પર લગાવ્યા આ આક્ષેપો

|

Dec 15, 2021 | 7:01 PM

Ahmedabad: હેડ કલાર્ક પરીક્ષા પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ સરકાર પર આક્ષેપો લગાવ્યા છે. તો તપાસની પણ માગ કરવામાં આવી છે.

હેડ ક્લાર્ક (Head Clerk) પરીક્ષા પેપર લીક (Paper Leak) મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ છે. તેવામાં પેપર લીક કેસમાં સરકાર તરફથી કેસની તટસ્થ તપાસની માગ વિદ્યાર્થીઓએ કરી છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓના પેપર ફૂટી જાય છે. ત્યારે આગામી સમયમાં યોગ્ય સુરક્ષા અને તૈયારી સાથે પરીક્ષા લેવામાં આવે તેવી માગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.

તો એક વિદ્યાર્થી કે જે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેમણે કહ્યું કે વર્ષોથી આ પરીક્ષાની વિદ્યાર્થી તૈયારી કરી છે. એવામાં કોરોનાના કારણે ઘણી ભરતી આવી નથી. તો બીજી તરફ પરીક્ષાના પેપર લીક થવાથી મહેનત કરતા વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. નેતાઓ સરકાર એમના માણસોને સેટ કરાવવા  પેપરો લીક કરાવતા હોવાનો આરોપ પણ એક વિદ્યાર્થીએ જણાવ્યો

જણાવી દઈએ કે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં ગુજરાત કોંગ્રેસના (Congress) પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું છે કે આ કોઇ પ્રથમ પેપર લીક નથી પરંતુ વર્ષ 2014 થી સતત પેપરો લીક થતાં આવે છે. તેમજ આજ દિન સુધી કોઇ પણ પેપર લીક મુદ્દે તપાસમાં કોઇ અધિકારી કે કર્મચારી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

તેમણે આક્ષેપ કર્યો કે સરકાર આડકતરી રીતે ગુનેગારોને મદદ કરે છે. તેમજ યુવાનોને પણ હવે સરકારમાંથી વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. તેમને લાગે છે કે માત્ર લાગવગ વાળા લોકોને જ નોકરી મળે છે. આ પૂર્વે 25 લાખ ફોર્મ ભરાતા હતા જે હવે ઘટીને 10 લાખ થઈ ગયો છે.

 

આ પણ વાંચો: કચ્છ : હવામાન વિભાગની 2 દિવસ ભારે ઠંડીની આગાહી વચ્ચે નલિયામાં 4.6 ડીગ્રી તાપમાન નોંધાયુ

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં એક વર્ષમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં ભયજનક ઉછાળો

Next Video