Breaking News : હર્ષ સંઘવીએ લીધો કડક નિર્ણય: 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ, જુઓ Video

Breaking News : હર્ષ સંઘવીએ લીધો કડક નિર્ણય: 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ, જુઓ Video

| Edited By: | Updated on: May 09, 2025 | 3:53 PM

ગુજરાત રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ હતી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ વડા, જિલ્લા પોલીસ વડા સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ જોડાયા હતા.

આ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું કે, 15 મે 2025 સુધી કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમ કે ઇવેન્ટમાં ફટાકડા ફોડવા તથા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પગલા પાછળનો મુખ્ય હેતુ રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો છે. સરકાર અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ નિયમોનું પાલન કરે અને રાજ્યની શાંતિ જાળવવામાં સહયોગ આપે.

આ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તુટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનાર લોકો સામે સઘન ધ્યાન રાખવામાં આવશે અને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી છે.

આ ઉપરાંત આર્મી-સૈન્યની મૂવમેન્ટ અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરનાર કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો