Gujarat Election: TV9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કસ્યો ડ્રગ્સ પેડલરો પર તંજ, કહ્યું ‘ડ્રગ્સ વેચનારના ઘર નહીં તોડીએ તો તે બીજા અનેકના ઘર તોડશે.’
હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) TV9 ગુજરાતીના મંચ સત્તાનું સંમેલન પર હાજર રહીને જણાવ્યુ હતુ કે, ગુજરાત હંમેશા વિકાસની રાજનીતિ સાથે ચાલે છે. તેમણે લોકોને સવાલ કર્યો કે ડ્રગ્સની સામે લડવુ તેમાં ખરાબ શું છે ?
ગુજરાતમાં ચૂંટણીના (Gujarat Assembly Elections) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જેમાં રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો મંચ પર જોવા મળી રહ્યા છે. આ મહાનુભાવો ચૂંટણી માટે તેમના પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા કામો અંગે જણાવી રહ્યા છે. સાથે જ ચૂંટણીમાં જીત માટેની તેમની કેટલી શક્યતા છે તે પણ જણાવી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતીના મંચ પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) હાજર રહ્યા હતા. જેમણે ગુજરાતના અનેક મુદ્દાઓ વિશે આ મંચ પરથી વાત કરી હતી. ખાસ કરીને તેમણે ડ્રગ્સનો મુદ્દો ઉપાડ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, જો ડ્રગ્સ વેચનારના ઘર નહીં તોડીએ તો તેઓ બીજા અનેકના ઘર તોડશે. ડ્રગ્સ વેચનારાઓ સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.
હર્ષ સંઘવીએ TV9 ગુજરાતીના મંચ સત્તાનું સંમેલન પર હાજર રહીને જણાવ્યુ હતુ કે ગુજરાત હંમેશા વિકાસની રાજનીતિ સાથે ચાલે છે. તેમણે લોકોને સવાલ કર્યો કે ડ્રગ્સની સામે લડવુ તેમાં ખરાબ શું છે? ડ્રગ્સ વેચનાર વ્યક્તિ કોઈ પણ સમુદાયનો હોય તેની સામે કાર્યવાહી થશે જ. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાત એ આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે જોડાયેલુ છે. 1600 કિલોમીટરનો આપણો દરિયાકિનારો છે. જ્યાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરાય છે. જો કે આ ડ્રગ્સ ભારતમાં ઘુસે તે પહેલા જ તેને પકડી લેવામાં આવે છે. આપણી સ્થિતિ પશ્ચિમી દેશો જેવી ન થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.