Hardik Patel on Development : વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હાર્દિક પટેલ લાલઘૂમ, અધિકારીઓ અને આગેવાનોનો ઉધડો, જુઓ Video
વિરમગામમાં વિકાસ કાર્યો માટે મંજૂર થયેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ન વપરાતા હાર્દિક પટેલે અધિકારીઓ અને આગેવાનોનો જાહેરમાં ઉધડો લીધો છે.
વિરમગામ: ગુજરાતના રાજકારણમાં સક્રિય હાર્દિક પટેલે વિરમગામમાં વિકાસ કાર્યોની ધીમી ગતિ અને મંજૂર થયેલી ગ્રાન્ટના બિનઉપયોગ સામે નારાજગી વ્યક્ત કરી છે. એક જાહેર કાર્યક્રમમાં તેમણે અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પર તીવ્ર પ્રહારો કર્યા હતા.
મળતી માહિતી મુજબ, વિરમગામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટ અને 15મા નાણા પંચ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી કુલ 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જોકે, છેલ્લા ત્રણ વર્ષમાં આમાંથી 20 કરોડ રૂપિયાના કામ પણ ગામડાઓમાં પૂરા થયા નથી. ઘણા કામો હજુ પણ અધૂરા પડ્યા છે.
હાર્દિક પટેલે સરપંચો, તલાટીઓ, VCE અને ગામના આગેવાનોને સંબોધતા સ્પષ્ટપણે જણાવ્યું કે, જે ગામોમાં 5 લાખ, 10 લાખ કે 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈને પડી છે, તે બે મહિનામાં વાપરવામાં નહીં આવે તો ભવિષ્યમાં એક રૂપિયાની પણ નવી ગ્રાન્ટ ફાળવવામાં આવશે નહીં. તેમણે ‘ચંદુજી સાહેબ’ને પણ આગ્રહ કર્યો કે, જ્યાં સુધી હાલના મંજૂર થયેલા કામો પૂરા ન થાય ત્યાં સુધી કોઈ નવી ગ્રાન્ટ ન આપવામાં આવે. હાર્દિક પટેલે વિકાસ કાર્યોમાં થતા વિલંબ અને ગ્રાન્ટના બિનઉપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે.
વડોદરામાં જન્મ-મરણના પ્રમાણપત્ર માટે કલાકોની કતારો, અરજદારોને ધરમના ધક્કા, જુઓ Video
