Gujrati Video: ઉપલેટાની કોર્ટે અવમાનના બદલ આજીડેમ પોલીસને ફટકાર્યો રૂ.10 હજારનો દંડ, PIને 30 દિવસમાં દંડ ભરવા ફરમાન

|

Feb 18, 2023 | 7:26 PM

Rajkot: આજીડેમ પોલીસ સ્ટેશનના PI ને કોર્ટની અવમાનની કરવી ભારે પડી છે. કોર્ટમાં પોકાર છતા સમયસર હાજર નહીં રહેતા ઉપલેટા કોર્ટે PIને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે.

સમયસર કોર્ટમાં હાજર નહીં રહેવાનું રાજકોટની આજીડેમ પોલીસને ભારે પડયું છે. ઉપલેટાની કોર્ટે રાજકોટની આજીડેમ પોલીસને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટમાં પોકાર કર્યા બાદ પણ પોલીસ હાજર નહીં રહેતા કોર્ટે હુકમ કર્યો હતો. PIને આગામી 30 દિવસની અંદર દંડ ભરવો પડશે. દંડ નહીં ચૂકવે તો તેમના પગારમાંથી કપાત કરવાનો કોર્ટે રાજકોટ પોલીસ કમિશનરને આદેશ કર્યો છે. ચેક બાઉન્સના કેસમાં સમન્સની બજવણી નહીં કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. આજીડેમ પોલીસે પોતાની જવાબદારી નહીં નિભાવતા કોર્ટે લાલ આંખ કરી છે.

ઉપલેટા રહેતા 64 વર્ષીય વૃદ્ધે રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતા શખ્સ સામે 2021માં કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે અદાલતે તા.9-3-2021ના રોજ આરોપી સામે સમન્સ ઈશ્યુ કરી આજી ડેમ પોલીસને બજવણી કરવા માટે મોકલી આપવામાં આવ્યુ હતુ. તેમ છતા આરોપી ઉપલેટા કોર્ટમાં હાજર નહીં રહેતા 2022માં જામીનલાયક વોરંટ ઈસ્યુ કર્યું હતું. પરંતુ પોલીસ વોરંટની બજવણી યોગ્ય રીતે કરી ન હોવાનું જણાયુ હતુ.

આ પણ વાંચો: Gujarati Video : ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં પરિવારની અરજી સ્વીકારાઈ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

ચેક રિટર્નના કેસમાં આરોપી સામે વારંવાર વોરંટ ઈશ્યુ કરવા છતા આરોપીને કોર્ટમાં હાજર કરાયો ન હતો. આરોપી હાજર ન હોવાનું જણાવી રાજકોટ આજી ડેમ પોલીસ મથકના પીઆઈ વારંવાર ટાળતા રહ્યા હતા. આ રીતે વારંવાર પોકાર થવા છતા કોઈ હાજર ન રહેતા કોસ્ટ પેટે તાલુકા કાનૂની સેવા સમિતિ, ઉપલેટામાં 30દિવસમાં રૂ.10 હજાર ભરવાનો ઉપલેટા એડિ.સિવિલ જજ એસ.એસ.અજમેરીએ હુકમ કર્યો છે.

Next Video