ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓને રાહત: ગાંધીનગર બાદ પાટણમાં રાજ્યની બીજી ઓમિક્રોન ટેસ્ટિંગ લેબ તૈયાર

| Edited By: | Updated on: Jan 05, 2022 | 11:41 AM

રાજ્યમાં ઓમિક્રોનના કેસ પણ કોરોના સાથે વધી રહ્યા છે. એવામાં તમને જણાવી દઈએ કે હવે ગાંધીનગર બાદ પાટણમાં પણ ઓમિક્રોનનું ટેસ્ટીંગ થશે.

Patan: રાજ્યમાં બીજી ઓમિક્રોનના ટેસ્ટ માટેની લેબોરેટરી (Omicron test lab) તૈયાર કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે ગાંધીનગર બાદ પાટણમાં હવે ઓમિક્રોન લેબોરેટરી તૈયાર કરાઈ છે. પાટણમાં સ્થિત HNGUમાં ઓમિક્રોન ટેસ્ટિંગ લેબોરેટરી તૈયાર થતા હવે ઓમિક્રોનનું ટેસ્ટીંગ ઝડપી થશે એમ માનવામાં અવી રહ્યું છે.

મળેલી માહિતી પ્રમાણે ઓમિક્રોન, RTPCR ટેસ્ટિંગ સહિતના તમામ મેડિકલ ઇક્વિપમેન્ટ આ લેબમાં ફીટ કરાયા છે. તો સ્વાભાવિક છે કે ઉત્તર ગુજરાતના 5 જીલ્લાને આ ઓમિક્રોન લેબોરેટરીનો મળશે લાભ. હવે આ જિલ્લાના દર્દીઓ સેમ્પલ ગાંધીનગર નહીં મોકલવા પડે. એટલું જ નહીં ઓમિક્રોનનું ટેસ્ટિંગ પણ ઝડપી થશે. ખાસ તો આ લેબથી 24 કલાકમાં જ RTPCR રિપોર્ટ મળશે.

પાટણ જિલ્લામાં 204 દિવસથી એક પણ કેસ નહીં

તમને જણાવી દઈએ કે ગુજરાતનો આ એક જિલ્લો છે કે, જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. પાટણ (Patan)જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા 204 દિવસથી કોરોનાનો એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી. આ સિદ્ધી મેળવવા તંત્રએ રાત દિવસ એક કર્યા છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલિસ વિભાગ અને આરોગ્ય વિભાગની સતર્કતાને પગલે આ સિદ્ધી પ્રાપ્ત કરવામાં પાટણ તંત્ર સફળ રહ્યું છે.

 

આ પણ વાંચો: Rajkot: RMC ઈજનેર પરેશ જોષીના આપઘાત કેસમાં ગુનો દાખલ, 2 વિરુદ્ધ દુષ્પ્રેરણાનો નોંધાયો ગુનો, જાણો વિગત

આ પણ વાંચો: Surat : હવે VNSGUમાં પણ કોરોનાનો પેસારો , કુલપતિ બાદ 10 વહીવટી કર્મચારીઓ પોઝિટિવ

Published on: Jan 05, 2022 11:22 AM