હોળીની જ્વાળાની દિશા જોઈ અંબાલાલે આપ્યો સમગ્ર વર્ષનો વરતારો- જુઓ Video

આજે રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી. જેમા પાટનગર ગાંધીનગરના પાલજમાં ગુજરાતની સૌથી મોટા હોળી પ્રગટાવવામાં આવી. આ હોળી દહનની ઉંચાઈ 35 ફુટ રાખવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચ્યા હતા. હજારો લોકોએ ગુજરાતની આ સૌથી મોટા હોલિકા દહનના દર્શન કર્યા હતા.

| Edited By: | Updated on: Mar 13, 2025 | 9:18 PM

રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આપણે ત્યાં હોળીની જ્વાળા જે દિશામાં જાય તેના પરથી સમગ્ર વર્ષનો વરતારો નક્કી થાય છે. ત્યારે આ વર્ષે રાજ્યની સૌથી મોટી હોળી ગાંધીનગરના પાલજમાં પ્રગટાવવામાં આવી હતી. આ હોળીની ઉંચાઈ 35 ફુટ રાખવામાં આવે છે. છેલ્લા 700 વર્ષથી અહીં હોળી પ્રગટાવવાની પરંપરા છે. આ હોળીની જ્વાળાની દિશા પરથી આગાહીકાર અંબાલાલે આગામી વર્ષ કેવુ રહેશે તેનો વરતારો આપ્યો

પશ્ચિમ દિશા તરફ રહી હોળીની જ્વાળા

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ આ વર્ષે હોળીનો પવન પશ્ચિમ દિશા તરફનો હતો, આથી એકંદરે વર્ષ સારુ રહેશે અને ચોમાસાની વાત કરીએ તો આ વર્ષે 8 થી 10 આની ચોમાસુ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યુ.
જો કે અંબાલાલે જણાવ્યુ ક આ વર્ષે વાદળો બરાબર બનતા દેખાયા નથી આથી ચોમાસુ અનોખા પ્રકારનું રહેવાની શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિમાં ઉનાળુ પવનના કારણે વાતાવરણની ગતિવિધિ સારી રહેશે.

જો કે આ વર્ષે આંધી, વંટોળ, ચક્રવાતની સ્થિતિ બંગાળના ઉપસાગરમાં બનતા લોપ્રેશરને કારણે રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિ પણ જોવા મળશે. આ તરફ રોગચાળા અંગે અંબાલાલે જણાવ્યુ કે કોઈ મોટા રોગચાળાની ભીતિ જણાતી નથી. આ તરફ રાજ્યના રાજકારણમાં પણ કોઈ મોટી ઉથલપાથલ જોવા મળશે નહીં.

Input Credit- Harin Matravadia

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:14 pm, Thu, 13 March 25