Gujarati Video: સુરતના કેબલ બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, CCTVમાં કેદ થયા દૃશ્યો

| Edited By: | Updated on: Apr 15, 2023 | 5:37 PM

Surat: સુરતના અડાજણમાં આવેલા કેબલ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. યુવકે પોતાની બેગ, મોબાઈલ અને ગાડીની ચાવી સિક્યોરિટી ગાર્ડને આપી બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. યુવકના અણધાર્યા પગલાને લઈને હજુ સુધી કોઈ કારણ સામે આવ્યું નથી.

સુરતના અડાજણમાં આવેલા કેબલ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી. યુવકે પોતાની બેગ, મોબાઈલ અને ગાડીની ચાવી સિક્યોરિટી ગાર્ડને આપી બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. યુવકના અણધાર્યા પગલાને લઈને હજુ સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટના અંગે પોલીસ અને ફાયર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ યુવકની ઓળખ અંગે પણ તપાસ હાથ ધરાશે.

યુવાને બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

મળતી વિગતો પ્રમાણે કેબલ બ્રિજ પર એક યુવક આવી પહોચ્યો હતો અને તેમણે પોતાનો થેલો, મોબાઈલ અને ગાડીની ચાવી સિક્યોરિટી ગાર્ડને આપી દીધી હતી. ત્યારબાદ તે દોડીને બ્રિજ પર વચ્ચેના ભાગે પહોંચ્ચો ત્યારે સિક્યોરિટી ગાર્ડને શંકા જતા તેમણે પણ યુવકને બચાવવા માટે પાછળ દોડ્યા પરંતુ તે પહોંચ્ચે તે પહેલા યુવકે બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી.

આ પણ વાંચો: Gujarati Video : ભર ઉનાળે સુરતના વરાછા મીની બજારના રોડ પર પડ્યો ભૂવો, ટ્રાફિકથી ત્રસ્ત લોકોનો પાલિકા સામે રોષ

ફાયર વિભાગની ટીમ દ્ગારા હાથ ધરાઈ યુવકની શોધખોળ

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી છે. યુવકની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. ઘટના અંગે પોલીસ અને ફાયર દ્ગારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત યુવકની તપાસ ચાલું કરી છે. ફાયર ઓફિસર અશોક પટેલે જણાવ્યું હતું કે, સવારે સાડા અગિયાર વાગ્યે ફાયર વિભાગની ઓફિસમાં ફોન આવ્યો હતો. મજૂરા અને અડાજણ ફાયર વિભાગની ટીમ દ્ગારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…