Gujarati Video: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ પર કટાક્ષ કરતી કવિતા લખવી પ્રોફેસરને પડી ભારે, કુલપતિએ ફટકારી નોટિસ

Gujarati Video: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ પર કટાક્ષ કરતી કવિતા લખવી પ્રોફેસરને પડી ભારે, કુલપતિએ ફટકારી નોટિસ

| Edited By: | Updated on: Jun 27, 2023 | 9:57 PM

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ પર કટાક્ષ કરતી કવિતા લખવી પ્રોફેસર મનોજ જોષીને ભારે પડી છે. કુલપતિએ પ્રોફેસરને નોટિસ ફટકારી 3 દિવસમાં ખૂલાસો આપવા જણાવ્યુ છે. પ્રોફેસરે યુનિવર્સિટી પર કટાક્ષ કવિતા લખતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ હરકતમાં આવ્યા છે.

 Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસરને મજાક ભારે પડી છે. યુનિવર્સિટીમાં વિવાદ પર કટાક્ષ  કરતી કવિતા લખતા કુલપતિએ નોટિસ ફટકારી છે. ગુજરાતી ભવનના મનોજ જોષીની કવિતા વાયરલ થઈ હતી. આ કવિતા વાયરલ થતા કુલપતિએ નોટિસ આપી છે. પ્રોફેસરની કવિતામાં યુનિવર્સિટીના વિવાદની વાત રજૂ કરવામાં આવી હતી. યુનિવર્સિટીમાં ચાલતા વિવાદ પર કવિતા લખવી પ્રોફેસરને ભારે પડી છે.

 આ પણ વાંચો : Rajkot : પત્ની રૂમમાં હતી અને પતિએ દરવાજો ખોલતા જ જોવા મળ્યું એવું દ્રશ્ય કે પરિવારના તમામ લોકોના ઉડી ગયા હોશ

પ્રોફેસરને કટાક્ષ કરતી કવિતા બદલ કુલપતિએ ફટકારી નોટિસ

ગુજરાતી ભવનના વડા મનોજ જોશીને આ કવિતા બદલ 2 દિવસમાં જ નોટિસ મળી. જે મુદ્દે તેમણે જણાવ્યું હતું કે તેમણે હાલની પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો છે. તેમાં ક્યાંય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામનો ઉલ્લેખ નથી કર્યો. છતાં તેમને મહેકમ વિભાગ તરફથી પત્ર મળ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટેચ્યુટ ભંગ થયાનું લખીને 3 દિવસમાં ખુલાસો આપવાનું જણાવવામાં આવ્યું છે. જે અંગે તેઓ આગામી દિવસમાં પોતાનો ખુલાસો રજુ કરી દેશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 27, 2023 08:53 PM