Gujarati Video: ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટના અનેક વિસ્તારોમાં પાણીની તંગી

|

Mar 06, 2023 | 5:32 PM

Rajkot: રાજકોટના મોટા મવા સહિત અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ સર્જાઈ છે. ઉનાળાની શરૂઆતથી જ પાણીની તંગી સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્વખર્ચે ટેન્કર મગાવવા મજબુર બન્યા છે.

રાજકોટના અનેક વિસ્તારો છે, જ્યાં પાણીની પારાયણ છે. જો વાત કરીએ રાજકોટના મોટામૌવા વિસ્તારની.. અહીં પણ લોકો પાણીના નામે ત્રાહિમામ છે. ઉનાળામાં જ નહીં, પરંતુ અહીં તો ઓક્ટોબર-નવેમ્બર મહિનાથી જ લોકો ટેન્કર પર આધારિત થઈ ગયા છે. જો કે, RMC અહીં ટેન્કર પહોંચાડતી નથી. લોકો સ્વ-ખર્ચે ટેન્કર મંગાવે છે. ટેન્કરના ભાવ અને પાણીનો પ્રશ્ન બંને લોકોમાં આક્રોશ વધારી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણી સમયે મેયર અને કેબિનેટ પ્રધાન ભાનુ બાબરિયાએ ફેબ્રુઆરીમાં પાણી આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ હજુ સુધી અહીં પાણી મળ્યું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી તો દૂર નેતાઓ પણ દેખાતા નથી. પાણી વિના કેવી રીતે ચલાવવું તે મોટો સવાલ છે. લોકો મજબૂર છે અને પૈસા ખર્ચી પાણી લેવા લાચાર છે. પરંતુ મહાનગરપાલિકા તો આયોજન કરીશું એટલું જ કહીને સંતોષ માને છે.

આ તરફ રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે અનેક તાલુકા પ્રભાવિત થયા છે. તેમાં જસદણ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો અહીં મોટા પ્રમાણમાં ખેડૂતોનો પાક પલળી ગયો છે. ખેડૂતોનો તૈયાર માલ કે જે યાર્ડ સુધી પહોંચી ગયો હોવા છતા પલળી ગયો જેના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ યાર્ડ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, વરસાદની આગાહી હોવા છતા યાર્ડે માલ ખુલ્લામાં ઉતારવાની ફરજ પાડી હતી

આ પણ વાંચો: Rajkot : સમૂહલગ્નમાં વર-કન્યા પક્ષના કોઈ દારૂ પીને આવશે તો નહીં મળે કરિયાવર, જેતપુર ઠાકોર સેનાનું સરાહનીય પગલુ

ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા માલ ખુલ્લામાં ઉતારવામાં આવ્યો હતો જેના પગલે ખેડૂતોનો ઘઉં, જીરૂ અને ધાણા સહિતનો પાક તણાઈ ગયો… ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, આ નુક્સાની યાર્ડ તંત્ર ભોગવે…

 

Next Video