Gujarati video: વાદળોથી આચ્છાદિત પાવાગઢ યાત્રાધામના આહ્લાદક નજારાનો જુઓ સુંદર Video

|

Mar 24, 2023 | 10:37 PM

રાજ્યમાં હાલમાં વેર્સ્ટન ડિસ્ટબર્ન્સને  પગલે  માવઠા થઈ રહ્યા છે અને  કેટલાક સ્થળે  ગાઢ વાદળો પણ જોવા મળ્યા છે. ત્યારે પંચમહાલ  જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે વાદળોથી આચ્છાદિત મંદિરનો નજારો જોવા મળ્યો હતો.

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વાદળોનો સુંદર નજારો જોવા મળ્યો હતો. પાવાગઢ ધામ વાદળોથી ઢંકાઈ ગયું હતું.   ચારે તરફ વાદળોની ચાદર છવાતા પાવાગઢમાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા અને આ કુદરતી સૌંદર્યનો નજારો માણવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને આવતા ભક્તો પ્રકૃતિની સુંદરતા માણીને ખુશખુશાલ થઈ ગયા. રાજ્યમાં હાલમાં વેર્સ્ટન ડિસ્ટબર્ન્સને  પગલે  માવઠા થઈ રહ્યા છે અને  કેટલાક સ્થળે  ગાઢ વાદળો પણ જોવા મળ્યા છે. ત્યારે પંચમહાલ  જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે વાદળોથી આચ્છાદિત મંદિરનો નજારો જોવા મળ્યો હતો.

નોંંધનીય છે  કે  રાજ્યમાં બદલાયેલા વાતાવરણને પગલે ડાંગ,  ઉત્તર ગુજરાત સહિત  ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો અને વાતાવરણમાં પલટો આવ્યો હતો.

હજુ પણ રહેશે  વરસાદી માહોલ

રાજ્યમાં હજુ પણ 24 કલાક વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છમાં માવઠું પડી શકે છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે કમોસમી માવઠાના દિવસો જ વધતા જ જાય છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે.

ભાવનગર, બોટાદ, આણંદમાં કમોસમી વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ ખેડૂતો માટે રાહતના સમાચાર પણ મળી રહ્યાં છે. કારણ કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

આ પણ વાંચો : Surat: અસામાજિક તત્વોએ નજીવી બાબતે બે લોકોને જાહેરમાં છરીના ધા ઝીંકી દીધા, જુઓ Video

Next Video