Gujarati Video : ખેડાના ધરોડા ગામમાં બિસ્માર રસ્તાથી ગ્રામજનો પરેશાન, રજૂઆતો ધ્યાને ન લેવાતા ગ્રામજનોનો વિરોધ

| Edited By: | Updated on: Jan 27, 2023 | 5:15 PM

ખેડાના (Kheda) ધરોડા ગામનો રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આ રસ્તો આજકાલનો નહીં, છેલ્લા 5 વર્ષથી આવો છે. સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર અને ધારાસભ્ય અર્જુનસિંહને પણ વારંવાર રજૂઆત કરી છતાં કોઈએ આ તરફ ફરીને પણ જોવાની દરકાર લીધી નથી.

ખેડાના ધરોડા ગામમાં રોડ એટલો ખરાબ છે કે લોકોએ કંટાળીને હવે વિરોધમાં ઉતરવું પડ્યું છે. અનેક રજૂઆતો કરીને થાકેલા લોકોએ ના છૂટકે આવો વિરોધ કરવાનો વારો આવ્યો છે. લોકોનું કહેવું છે કે ગામડાના લોકોને સારા રોડ મળે તે માટે રાજય સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ ખેડાના આ ગામમાં તંત્રની બેદરકારીના કારણે રોડ જેવી પ્રાથમિક સુવિધા માટે લોકો તરસી રહ્યા છે. જેને કારણે લોકો રોષે ભરાયા છે. ધરોડા ગામમાં બિસ્માર રોડને લઈ લોકોએ રોડ પર બેસી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.

ખેડાના ધરોડા ગામનો રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આ રસ્તો આજકાલનો નહીં, છેલ્લા 5 વર્ષથી આવો છે. સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર અને ધારાસભ્ય અર્જુનસિંહને પણ વારંવાર રજૂઆત કરી છતાં કોઈએ આ તરફ ફરીને પણ જોવાની દરકાર લીધી નથી. ત્યારે હવે લોકોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે. લોકોની રજૂઆતની અસર ન તો તંત્ર પર થઇ રહી છે, ન તો શાસકો પર થઈ રહી છે.ત્યારે સવાલ એ ઉભો થાય છે કે 5 વર્ષથી રોડની હાલત આવી હોવા છતા ગામડાંના લોકોને સારા રસ્તાનો હક્ક કેમ નથી મળી રહ્યો ? રોડ જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ લોકોએ આંદોલન કરવા પડી રહ્યા છે અને
ગામ લોકોની રજૂઆત પણ સાંભળવામાં નથી આવતી.

છેલ્લા 5 વર્ષથી ધરોડાથી ચિત્રાસર જવાનો રોડ આવો બિસ્માર હોવાથી લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. માટે જ આ બિસ્માર રોડ જલ્દી બનાવવામાં આવે તેવી લોકોએ તંત્ર પાસે માગ કરી છે. ત્યારે હવે અધિકારીઓ ક્યારે જાગે છે અને શાસકો ક્યારે પોતાના વાયદા પૂરા કરે છે એ જોવાનું રહેશે.

Published on: Jan 27, 2023 05:14 PM