Gujarati Video: સુરત APMC બહાર સડેલા ટામેટાં લોકો વીણતા લોકોનો વીડિયો થયો વાયરલ, APMC ચેરમેને કહ્યું ‘વીડિયો અહીંનો નથી’

| Edited By: | Updated on: Jul 16, 2023 | 10:23 PM

Surat: સુરત APMC બહાર સડેલા ટામેટા મહિલાઓ વીણતી હોય તેવો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મહિલાઓ APMC બહાર મહિલાએ ટામેટા વીણતી જોઈ શકાય છે. જો કે વીડિયો વાયરલ થતા સુરત APMC ચેરમેને દાવો કર્યો છે કે આ વીડિયો સુરત APMCનો નથી.

Surat: ટામેટાંનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.. અને આ વીડિયો પણ સુરતનો જ છે. આ દ્રશ્યો પણ ટામેટાં ખાનારા, ટામેટાંની કોઈ પણ વાનગી ખાનારા લોકોને ચોંકાવી દેશે. APMCમાંથી બહાર ફેંકેલા સડેલા ટામેટાં લોકો વીણી રહ્યા છે. આ એ ટામેટાં છે, જે વેપારીઓના કામના નથી. અહીંથી જ વીણીને સડેલા ટામેટાં સહારા દરવાજા પર વેચવા માટે લઈ જવાય છે.

જે ટામેટાંનો ભાવ સુરત શહેરમાં રૂપિયા 160થી 200 રૂપિયા કિલો છે. એ જ ટામેટાં સહારા દરવાજા માર્કેટમાં 80 રૂપિયે કિલો વેચાય છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થાય છે. એવો પણ દાવો છે કે, આ ટામેટાં હોટેલ, રેસ્ટોરન્ટમાં વેચાય છે. જેથી હોઈ શકે છે, તમે જે વાનગીઓ ખાઓ છો, તેવી ગ્રેવીમાં આવા સડેલા ટામેટાં હોઈ શકે.

જો કે સુરત APMC ચેરમેને દાવો કર્યો છે કે કચરામાંથી ટામેટા ભરતો વીડિયો અહીંયાનો નથી. સુરત પાલિકા તંત્ર દ્વારા રોજ રાત્રે સફાઈ કરવામાં આવે છે. આ પ્રકારે કચરામાંથી કોઈ શાકભાજી ન વીણે તેની પણ તકેદારી રાખવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: શાકભાજી બાદ ફળોના ભાવમાં પણ ભડકો, વરસાદી સિઝન, અધિક માસ અને વ્રતો શરૂ થતા હોવાથી એકાએક ઉંચકાયા ભાવ

આ અગાઉ પણ કચરો ભરેલા ટ્રેક્ટરમાંથી ટામેટા વીણી કેટલાક લોકો શાકભાજીના કેરેટમાં ભરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. કચરો ભરેલા ટ્રેક્ટરમાં સડેલા શાકભાજી છે અને સડેલાં ટામેટાં છે. પણ જુઓ, બે યુવકો આ સડેલા ટામેટાં કેરેટમાં ભરી રહ્યા છે. કેરેટમાં ભરીને આ યુવકો શું ટામેટાં વેચશે? સૌથી મોટો સવાલ કે શું મોંઘા ટામેટાંનું આ કોઈ કૌભાંડ ચાલી રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે, આ વીડિયો સુરતનો છે. જો કે, ચોક્કસ સ્થળની કોઈ પુષ્ટી થઈ નથી. પરંતુ વીડિયો જ તેની તમામ કરતૂતનો પર્દાફાશ કરવા પુરતો છે.. સુરતમાં રૂપિયા 160 રૂપિયે કિલો ટામેટાં વેચાઈ રહ્યા છે. ત્યારે આ પ્રકારની હરકતો જોઈ ગ્રાહકોએ સાવધાન થઈ જવાની જરૂર છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો