Gujarati Video: રાજકોટમાં તહેવારોના સમયમાં રોગચાળાનો કહેર યથાવત, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ મેલેરિયાના કેસોમાં વધારો

Gujarati Video: રાજકોટમાં તહેવારોના સમયમાં રોગચાળાનો કહેર યથાવત, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ મેલેરિયાના કેસોમાં વધારો

| Edited By: | Updated on: Sep 21, 2023 | 4:50 PM

રાજકોટમાં રોગચાળો વકરતાં મહાનગરપાલિકા ચિંતિત છે. તો, મચ્છરોની ઉત્પત્તિને પગલે 113 લોકોને મનપાએ નોટિસ ફટકારી છે તેમજ પોરાનાશક કામગીરી હાથ ધરી છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

Rajkot : રાજકોટ શહેરમાં તહેવારોના સમયમાં રોગચાળાનો (Epidemic) કહેર યથાવત છે. જેમાં ખાસ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી ઉધરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એક સપ્તાહમાં જ ડેન્ગ્યુના 10, ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો Rajkot: RMCનું જનરલ બોર્ડ કે ટાઈમ પાસ ! મહત્વના મુદ્દાઓની ચર્ચા વિના સામાન્ય પ્રશ્નોમાં જ બોર્ડ પુરુ જાહેર કરી દેવાયુ, કોંગ્રેસનો વિરોધ

આ ઉપરાંત શરદી-ઉધરસના 582 કેસ અને સામાન્ય તાવના 52 કેસ નોંધાયા છે તેમજ ઝાડા ઉલટીના પણ 227 કેસ નોંધાયા છે. જેને લઈ મહાનગરપાલિકા ચિંતિત છે. તો, મચ્છરોની ઉત્પત્તિને પગલે 113 લોકોને મનપાએ નોટિસ ફટકારી છે તેમજ પોરાનાશક કામગીરી હાથ ધરી છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો