Gujarati Video : વડોદરા પોલીસે 1 કરોડ 44 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલ્યો, 8 મહિલા તસ્કરની ધરપકડ
આ ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી..તપાસ કરતા રેલવે ટ્રેકની બાજુમાં કચરો વિણવાનું કામ કરતી આઠ મહિલાઓએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.કંપનીના કમ્પાઉન્ડ વોલ તરીકે લગાવેલા પતરા ઊંચા કરી ચોરીને અંજામ આપ્યો હતો.હાલ પોલીસે તમામ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના જવાહરનગરમાં આવેલી જી.આર.એન્જિનિયરીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં થયેલી દોઢ કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો છે કંપનીમાંથી દોઢ કરડોની મશીનરી ચોરી કરનાર 8 તસ્કર મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આની સાથે જ ચોરીનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બનાવની વાત કરીએ તો જી.આર.એન્જિનિયરીંગ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના બંધ શેડમાંથી ઇન્ડ્રસ્ટ્રીયલ એક્ષ-રે મશીન તથા ટેંક લીકેજ શોધવાના મશીન સહિત કુલ 1 કરોડ 44 લાખથી વધુની ચોરીનો ગુનો નોંધાયો હતો.
કંપનીના કમ્પાઉન્ડ વોલ તરીકે લગાવેલા પતરા ઊંચા કરી ચોરીને અંજામ આપ્યો હતો
આ ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી..તપાસ કરતા રેલવે ટ્રેકની બાજુમાં કચરો વિણવાનું કામ કરતી આઠ મહિલાઓએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.કંપનીના કમ્પાઉન્ડ વોલ તરીકે લગાવેલા પતરા ઊંચા કરી ચોરીને અંજામ આપ્યો હતો.હાલ પોલીસે તમામ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…