Gujarati Video : બરોડા ક્રિકેટ એસોસિએશન સામે વડોદરા શહેર ભાજપનો હલ્લાબોલ

|

Feb 24, 2023 | 11:18 PM

બરોડા ક્રિકેટ એસોસિએશન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. આ વખતે વિવાદ સર્જાયો છે શહેર ભાજપના આરોપોને લઇને વડોદરા શહેર ભાજપના બે મોટા નેતાઓએ બીસીએ સામે મોરચો માડ્યો છે અને પત્રકાર પરિષદ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપનો બીસીએ પર આરોપ છે કે સભ્યપદની નિમણૂકમાં મોટાપાયે વ્હાલા દવલાની નીતિ અપનાવાઇ રહી છે

બરોડા ક્રિકેટ એસોસિએશન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. આ વખતે વિવાદ સર્જાયો છે શહેર ભાજપના આરોપોને લઇને વડોદરા શહેર ભાજપના બે મોટા નેતાઓએ બીસીએ સામે મોરચો માડ્યો છે અને પત્રકાર પરિષદ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપનો બીસીએ પર આરોપ છે કે સભ્યપદની નિમણૂકમાં મોટાપાયે વ્હાલા દવલાની નીતિ અપનાવાઇ રહી છે. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે સવાલ કર્યો કે કેમ બીસીએમાં 22 વર્ષથી નવા સભ્યોની નિમણૂક નથી કરવામાં આવી તો સાંસદ રંજન ભટ્ટે પણ બીસીએને આગામી 26મીની સાધારણ સભામાં નવા સભ્યોની નિમણૂક કરવા અલ્ટિમેટમ આપી દીધુ છે.

અહીં માત્ર વાત સભ્ય પદની જ નથી ભાજપનો આરોપ છે કે પોલીસ ચોપડે ભાગેડુ આરોપી લલિત મોદી બીસીએના સભ્ય પદે કાર્યરત છે.શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનો દાવો છે કે વોન્ટેડ આરોપી બીસીએના સભ્યે પદે હજુપણ કાર્યરત છે.તેમનો સવાલ છે કે કોની ઇચ્છાથી અને કોની રહેમરાહથી લલિત મોદીને સભ્યપદે યથાવત રાખવામાં આવ્યો છે..

આમ વડોદરા શહેર ભાજપે હવે બીસીએ સામે મોરચો માંડ્યો છે અને બાઉન્સર ફેંકીને બીસીએને ક્લિન બોલ્ડ કરવાનો પ્રયાસ કર્યો છે.જોકે ભાજપના આરોપ સામે બીસીએનો પક્ષ નથી જાણી શકાયો.પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે કેમ 22 વર્ષથી બીસીએમાં નવા સભ્યોનો ઉમેરો નથી કરાયો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ વાંચો : Gujarat Budget 2023-24: કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ બજેટને ગણાવ્યુ જુના ખર્ચાનું રિપીટેશન, કહ્યું દેવુ કરી ઘી પીવાની ભાજપની નીતિને આગળ વધારશે

Next Article