Gujarati Video : કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આશ્વાસન આપ્યું

|

Mar 26, 2023 | 7:22 PM

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન મુદ્દે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટું આશ્વાસન આપ્યું છે.સાબરકાંઠાના હિંમતનગરના કાંકણોલની મુલાકાત દરમિયાન ખેડૂતોએ સીએમ પટેલને રજૂઆત કરી હતી. ખેડૂતની રજૂઆત હતી કે સરકાર તાલુકા મુજબ નહીં, પરંતુ ગામડા પ્રમાણે કમોસમીથી થયેલા નુકસાનનો સરવે કરાવીને આર્થિક સહાય ચૂકવે છે

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન મુદ્દે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટું આશ્વાસન આપ્યું છે.સાબરકાંઠાના હિંમતનગરના કાંકણોલની મુલાકાત દરમિયાન ખેડૂતોએ સીએમ પટેલને રજૂઆત કરી હતી. ખેડૂતની રજૂઆત હતી કે સરકાર તાલુકા મુજબ નહીં, પરંતુ ગામડા પ્રમાણે કમોસમીથી થયેલા નુકસાનનો સરવે કરાવીને આર્થિક સહાય ચૂકવે છે.ખેડૂતના આ તર્કને સીએમ પટેલે આવકાર્યો અને ખેડૂતના સુચનને ધ્યાને લઇને સર્વે કરાવવાની વાત કરી છે. મુખ્ય પ્રધાને ખેડૂતોને મૌખિક હૈયાધારણા આપી કે ખેતીમાં નુકસાનનો ગામડા મુજબ સરવે કરાશે અને જ્યાં વધુ નુકસાન થયું હશે તેના સરવે રિપોર્ટ આધારે અંતિમ નિર્ણય કરાશે.

સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ 50 હેક્ટર વિસ્તારમાં વરસાદને લઈ અસર પહોંચી

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ 50 હેક્ટર વિસ્તારમાં વરસાદને લઈ અસર પહોંચી હોવાનુ ખેતિવાડી વિભાગે પ્રાથમિક રીતે દર્શાવ્યુ છે. નુક્શાનની સંભાવના ધરાવતા વિસ્તારોમાં આ માટે સર્વેની કામગીરી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારને પણ પ્રાથમિક રીતે નુક્શાનની સંભાવનાઓને લઈ રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે.

શુક્વારથી કમોસમી વરસાદનો માહોલ સર્જાયો હતો. શનિવારે પણ આવો જ માહોલ રહેવા પામ્યો હતો. જે દરમિયાન હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video : જામનગરમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી, ઘઉંના ઉત્પાદન અને ગુણવતા પર અસર

Next Video