Gujarati Video : અમરેલીના લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતોના પાકને ભારે નુકસાન

Gujarati Video : અમરેલીના લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો, ખેડૂતોના પાકને ભારે નુકસાન

| Edited By: | Updated on: Mar 20, 2023 | 7:25 AM

અમરેલીના લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગામોમાં પણ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના વીજપડી, ખડસલી, છાપરી, ચીખલી સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. અચાનક આવેલા વાતાવરણમાં પલટાથી ખેતીને ભારે નુકસાન થયું છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમરેલીના લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગામોમાં પણ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના વીજપડી, ખડસલી, છાપરી, ચીખલી સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. અચાનક આવેલા વાતાવરણમાં પલટાથી ખેતીને ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચો : Amreli: દાતરડી નજીક નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થતા EPC કોન્ટ્રાક્ટરને નોટિસ, ઉચ્ચ અધિકારીઓનો TV9 સમક્ષ કંઈપણ બોલવાનો ઈનકાર

તો બીજી બાજુ અમરેલીના બાબરા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં શહેર તેમજ ગ્રામ્યનાં લુણકી, હાથીગઢ, ઇંગોરાળા,પીર, ખીજડિયા, ભિલા, ચમારડી, વલારડી સહિતના ગામડામાં વરસાદ પડ્યો છે. તેમજ રસ્તા પર પાણી વહેતા થયા છે. તેમજ અનેક સીમમાં વરસાદી પાણી ભરાયા છે. જેના લીધે ખેડૂતોને પાકને નુકસાનની ભીતિ છે.

ચોમાસુ પાકમાં પણ અતિવૃષ્ટિને કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું

આ ઉપરાંત રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પગલે વાતાવરણ માં ધુમ્મસ અને ભારે પવન અને હવે વાદળછાયું વાતાવરણ ઘઉંના તૈયાર પાકને નુકસાન થયું છે. ચોમાસુ પાકમાં પણ અતિવૃષ્ટિને કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું હતું કપાસ અને મગફળીનું તૈયાર પાક ધોવાઈ ગયો હતો બાદમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ ચણા, જીરું, ઘણા, ઘઉં, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. પાક તૈયાર થઈ ગયો અને લણવાની સમય આવ્યો ત્યારે ભારે પવન ફુકાવવાને કારણે પાક ઢળી પડ્યો અને ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો છે.

Published on: Mar 20, 2023 07:02 AM