Gujarati Video : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અમદાવાદ સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક

| Edited By: | Updated on: Jun 20, 2023 | 5:09 PM

અમદાવાદ સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. જેમાં રાજ્યના વિવિધ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ લોકસભા વિસ્તારના વિકાસના કાર્યોની પણ સમીક્ષા થઇ રહી છે.

Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની(Amit Shah) અમદાવાદ સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. જેમાં રાજ્યના વિવિધ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ લોકસભા વિસ્તારના વિકાસના કાર્યોની પણ સમીક્ષા થઇ રહી છે.

આ  ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના જગતપુર વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજને પણ ખુલ્લો મુક્યો હતો. જ્યારે બીજી તરફ 3 કરોડના ખર્ચે ક્રેડાઇ દ્વારા નિર્મિત ઓક્સિજન પાર્કને અમિત શાહે ખુલ્લો મુક્યો.ઓક્સિજન પાર્કમાં 12 હજારથી વધુ વૃક્ષો ઉછેરાયા છે.

આ પ્રસંગે શાહે બિલ્ડરોને વૃક્ષોનું જતન કરવા અપીલ કરી.તો અમિત શાહે બાવળામાં તૈયાર થનારી ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમીપૂજન કર્યું. મહત્વપુર્ણ છે કે રૂપિયા 50 કરોડના ખર્ચે 2024માં હોસ્પિટલનું કામ પૂર્ણ થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 20, 2023 05:06 PM